ઑગસ્ટ માં ગયેલા friendship day ની પોસ્ટ છે…
મારા બહુ જ ગમતાં કવિ કિરણ સિંહ ચૌહાણ ની મસ્ત રચના… સાથે audio પણ મુકુ છું.
આપણી બાજી બગાડે પણ ખરા !
દોસ્ત છે, ધંધે લગાડે પણ ખરા !
‘ઊંઘ આવી ગઇ ને…?‘ એવું પૂછવા,
બે–અઢી વાગ્યે જગાડે પણ ખરા !
આપણે જેને દબાવી રાખીએ,
એ જ મુદ્દો એ ઉપાડે પણ ખરા !
આપણી પાસે જ ઉછીના લઇ,
ક્યાંક આપણને જમાડે પણ ખરા !
પણ હતાશા નામના એક રોગને,
આમ ચપટીમાં મટાડે પણ ખરા !
– કિરણસિંહ ચૌહાણ