
ધૂળેટી – વસંત ને એમાં પાછો world poetry day ને એમાં પણ રસ્તામાં મળ્યું એક મસ્ત ગુલાબી ઝાડ… એટલે એક કવિતા તો બને છે……….
અરે, આતો આખે આખું ઝાડ ગુલાબી થઇ ગ્યું…
હોળી ના બહાને એને કોણ રંગ કરી ગ્યું ?
ને આખે આખું ઝાડ ગુલાબી થઇ ગ્યું…
રંગ જે અંદર સંતાયાતા,
તારામાં ને મારામાં,
એ જોને આજે છલક્યા છે,
ગાલ પર ને હાથ પર ને માથામાં
કેનવાસ થયો છે પચરંગી,
એ મોજ થઇ ને મલક્યા છે…
આપણે રંગાયા રે – મોજમાં ભીંજાયા રે –
એ બરાબર
પણ સાલું,
આતો આખે આખું ઝાડ ગુલાબી થઇ ગ્યું…
હોળી ના બહાને એને કોણ રંગ કરી ગ્યું ?
ને આખે આખું ઝાડ ગુલાબી થઇ ગ્યું…
આજે તે જે રંગ્યો છે
એ રંગ – દોસ્ત,
નીકળી જશે, એ કાચો છે…
પણ લાગ્યો છે આ આનંદ
જે ભરપૂર ખીલ્યો છે મનમાં…
એ પાક્કો છે – એ સાચો છે…
યારા રંગો ભરીયે – જીવન જલસો કરીએ –
એ મોજ ખરી
પણ સાલું,
આતો આખે આખું ઝાડ ગુલાબી થઇ ગ્યું…
હોળી ના બહાને એને કોણ રંગ કરી ગ્યું ?
ને આખે આખું ઝાડ ગુલાબી થઇ ગ્યું…
……………………………………………..
(From FB post of 21st March 2019)