
Source : Deepak Ramola’s FuelBlog
તકલીફો બે પ્રકાર ની હોય છે…
દુનિયા માં બધું જોડકાં માં હોય છે, સુખ જોડે દુખ, મજા જોડે વેદના, આનંદની સાથે તકલીફ… ન્યૂટનના સિદ્ધાંતની પહેલાથી જ આ અસ્તિત્વ નો નિયમ છે, અધ્યાત્મમાં જેને દ્વેત નો સિદ્ધાંત કીધો છે… દરેક ક્રિયા ની સામે પ્રતિક્રિયા છે – દરેક લાગણી સામે એની વિપરીત લાગણી છે. આ અસ્તિત્વ નો ધન ની સામે રૂણ નો સિદ્ધાંત છે.
એટલે દુખ, વેદના, તકલીફ એ જીવન નું અભિન્ન અંગ છે…
બુધ્ધિઝમ પ્રમાણે four noble truths માં પ્રથમ દુખ છે.
dukkha (suffering, incapable of satisfying, painful) is an innate characteristic of existence with each rebirth.
અને આ દુખ કે તકલીફો બે પ્રકાર ની હોય છે.
એક – કુદરતી તકલીફ
જેમકે કોઈ બીમારી થવી, અકાળે અકસ્માત થી થતું મૃત્યુ, ધરતીકંપ કે પૂર થી તૂટી પડતાં ઘર સંસાર, વિપરીત સંજોગો ને કારણે આવતા આર્થિક પ્રશ્નો વગેરે વગેરે… હાથ બહારની વાતો…
અને બીજી – માણસ ધ્વારા સર્જાયેલી તકલીફ
જેમાં સમજણ ના અભાવે તૂટતાં સંબંધો, જતું ના કરવાની ભાવના થી આવતા અંતર, ઇર્ષા, લાલચ, અહંકાર, ક્રોધ વગેરે થી સર્જાતાં પ્રશ્નો વગેરે વગેરે… લાંબુ લિસ્ટ છે…
આ બીજી તકલીફ થી મને બહુ તકલીફ છે..
દિલ બહુ દુભાય છે જ્યારે મતભેદ માંથી મનભેદ થઈને ઉદભવતી વેદના જોવું છું… ભાઈ ભાઈ વચ્ચે, સાસુ વહુ વચ્ચે, બે મિત્રો વચ્ચે જ્યારે જાતે કરેલી તકલીફો જોવું છું તો સાલું લાગી આવે છે…
હમણાં હમણાં બે ત્રણ આવી કથાઓ પેરેલલ ચાલે છે ને એમાં પાછું એક કુટુંબ ની છોકરી જેને હું બહુ સમજુ ગણતોતો એના આજે સાસુ સસરા થી છૂટા થવાના અને અલગ જવાના સમાચાર સાંભળ્યા.. અને એની બધી વાતો સાંભળી… મગજ બંધ થઈ ગયું છે…
શાહબુદ્દીન રાઠોડ ની કેસેટ માં સાંભળેલી એક કવિતા સ્કૂલ ટાઇમ થી મોઢે છે –
સાજન ભવની ભૂલ ભૂલવણી
તમે ના જોયું ગગન અમારું અમે તમારી ધરતી
તમે ન જાણી વાત અમારી અમે તમારું મન
આ નજર નજર ની વચ્ચે ઉગ્યા અઘોર એવા વન
રહી રહી ને રહી છેવટે વાતો ડાબી જમણી
દાઝયા ઉપર ડામ બળતરા સ્મરણ સ્મરણમાં બમણી
સાજન ભવ ની ભૂલ ભૂલવણી
બસ એવું જ કાંઈક છે…
ग़ालिब કાકા એ બે લાઇન માં કહી દીધું છે –
बस कि दुश्वार है हर काम का आसाँ होना
आदमी को भी मयस्सर नहीं इंसाँ होना
કાશ કે આ બીજા પ્રકાર ની તકલીફો નો આપણે ઈલાજ કરીએ… થોડા સારા થઈએ, થોડું ભૂલી જઈએ… આ થઇ શકે એમ છે અને તોય થતું નથી એની તકલીફ છે…
7 Habits of Highly Effective People માં વાંચ્યું તું એક quote
‘God, grant me the serenity to accept the things I cannot change,
the courage to change the things I can,
and the wisdom to know the difference.’
– Reinhold Niebuhr
આ તકલીફો – બીજા પ્રકાર ની ધટવી જોઈએ… courage to change the things I can સરખી રીતે વપરાવવું જોઈએ… Stimulus અને Action વચ્ચેની Free Will નો સાચો અને સારો અમલ થવો જોઈએ… મને નથી ખબર કે આવું કોઈના માટે કઇ રીતે કરી શકાય, હું પ્રયત્ન કરી શકું સમજાવવાનો – વાત સુલટાવવાનો… પણ મારા સિવાય મારા હાથમાં મારું કશું નથી!
हमको मन की शक्ति देना मन विजय करे
दूसरो की जय से पहेले खुदको जय करे
કનૈયા, મારાથી ક્યાંય પણ બીજા પ્રકાર ની તકલીફ ના ઉભી કરાઇશ- એવું શીખવાડજે – એવું જીવાડજે – કે લોચા દૂર કરી શકું… એટલીસ્ટ વધારું નહીં… અને બધાંને પ્રેરણા આપજે કે જાતે પ્રશ્નો ઉભા ના કરે…
માણસ કોન્ટ્રાસ્ટ માં લાઇફને જોઈ શકે, જે મળ્યું છે એની કદર કરી શકે અને ખોબો ખોલી ને થોડી ખુશીઓ વહેંચી શકે – કાશ… કાશ… આ બીજા પ્રકાર ની તકલીફો ઓછી થાય…!
……………………………………
इब्न-ए-मरियम हुआ करे कोई
मेरे दुख की दवा करे कोई
न सुनो गर बुरा कहे कोई
न कहो गर बुरा करे कोई
रोक लो गर ग़लत चले कोई
बख़्श दो गर ख़ता करे कोई
ग़ालिब
……………………………………….
વારાણસી માં કાશી લાભ મુક્તિ ભવન છે, જ્યાં લોકો મરવાનો સમય નજીક આવે એટલે ચેક ઇન કરે છે… મરતા પહેલાં રહેવાનું અંતિમ ઘર…
ભૈરવ નાથ શુક્લ 44 વર્ષ થી ત્યાંના મેનેજર છે અને એમના પ્રમાણે તેમણે 12000 મૃત્યુ જોયા છે… બહાર ચોકમાં એક લાકડાની બેંચ પર બેસી ને એ કહે છે કે આ બધાં અઢળક મૃત્યુ અને ખાસ તો મૃત્યુ પહેલાંના લોકોના અનુભવમાંથી એક જીવન શીખ – life lesson મળે છે કે ‘resolve all conflicts before you go – જતાં પહેલાં બધાં મન દુખ દૂર કરી દો.. ‘
શ્રી રામ સાગર મિશ્ર કરીને એક સંસ્કૃતના વિધ્વાન ત્યાં અંતિમ દિવસોમાં આવ્યા તા, એમના નાના ભાઈ સાથે થયેલા એક જૂના વિખવાદ થી બંને ભાઈઓ વચ્ચે અને ઘર વચ્ચે એક દિવાલ ચણાઈ ગઇ હતી… અંતિમ દિવસો માં એમણે કીધું કે મારા ભાઈ ને બોલાવો – હવે આ દુખ નો ભાર પડે છે – મારે સૂલટાવી દેવું છે… એમનો મેસેજ મળતાં એમનો ભાઈ ત્યાં આવે છે, તેઓ માફી માંગે છે, બેય ભાઇઓ મન મૂકીને રડે છે, મિશ્ર જી ભાઈ ને વચ્ચે ચણેલી દિવાલ તોડવાનું કહીને – શાંત હ્રદયે દેહ મૂકી દે છે…
શુકલ જી કહે છે કે “આજ વાત બધાંની છે… લોકો જીવન ભર એટલો બધો કારણ વગરનો ભાર ઉંચકી ને ફરે છે અને મૃત્યુ નજીક આવતા બધાંને એ વજન ઉતારી દેવું હોય છે… મનભેદ કે વિખવાદ ના થાય એ કદાચ આપણા હાથ માં નથી પણ એને વહેલી તકે સૂલટાવવું – સોલ્વ કરવું એ ચોક્કસ થઇ શકે…”
(source : Deepak Ramola’s Fuelblog article : 12-life-lessons-from-a-man-who-has-seen-12000-deaths)
……………………………………
લોચા બહુ છે? લોચાઓ નું ગૂંચડુ કરીને સળગાવી દો
આંખના આંસુ ગંગા જ છે એમાં એને પધરાવી દો
ઝૂકી જાઓ ને ભૂલી જાઓ ને કરવું પડે તે કરી જાઓ
વાત બગડી છે? બગડે એ તો – સમય પર એને સૂલટાવી દો…
બે ચાર આશ્રમનો આંટો મારો – દુખ વધ્યુ છે? ઘટી જશે
અંધ મિત્રો ની દુનિયા જુઓ – આંખ ની તકલીફ મટી જશે
સળગે એને સળગાવી દો, ના સળગે તો દફનાવી દો !
વાત બગડી છે? બગડે એ તો – સમય પર એને સૂલટાવી દો…
તમે લગાડો બધ્ધે ચોંટે – ખુશી નું મરહમ ચેપી છે બહુ
તમે બદલો ને દુનિયા બદલે – વાત સરળ છે, ભેદી છે બહુ
કકળાટ ઊગે તો કચડી નાંખો – અટકે ત્યાંથી અટકાવી દો
વાત બગડી છે? બગડે એ તો – સમય પર એને સૂલટાવી દો…
…………………………………….
👌
LikeLike