
આજે એક દોસ્ત જતો રહ્યો… ઉજ્જવલ ની હાલત એને ખબર… પણ મારા મનમાંથી પણ જતું નથી…
…………………………….
એ કલાકાર હતો,
બહુ દિલદાર હતો,
યારો નો યાર હતો,…
બસ એટલું સમજ પડે
એને મળતો ત્યારે
કે એ કલાકાર હતો…
પણ પેલો ઉપરનો કલાકાર
ભારે તૈયાર
અવધિ ની સીમા તો એને ખબર
જીવન આજે જે ચાલે જમીન પર
કાલે ટીંગાય છે દિવાલ ઉપર
એને બી કઇંક ચિત્ર કરવું હશે
રંગોથી કેનવાસ ભરવું હશે
કે જાણે બીજું શું ય કરવું હશે?
દોરી જે ખેંચી ને લીધી છે તાણી
આંખો છે સ્તબ્ધ સૌ ને મૂંગી છે વાણી
કે ડાભી ગયો છે
ગયો ક્યાંક ફરવા
હિમાલયની ગોદમાં પરિક્રમા કરવા
એ એટલો નજીક નતો
(અથવા તો હવે એ દિલ નથી)
કે આંસુ પડે
પણ તોય અચાનક
એ યાદ આવી ચઢે…
એના અભાવને
સમજી નથી શકતો,
કુદરતના સ્વભાવને
સમજી નથી શકતો…
પણ હવે દુખ ઓછું થાય છે
કે હું જનમ જનમ માં માનું છું
મરણ ની બીક ઓછી રહે
એવા ભરમ માં માનું છું…
એટલે એ સાવ નથી ગયો
ક્યાંક જશે સૂક્ષ્મ લોકમાં,
ક્યાંક જશે સત લોકમાં
ને પાછો આવશે
ફરી કલાકાર થઈને
આતમ એજ રહેશે
બાકી બધું બદલશે
ક્યાંક અવતરશે
નવો આકાર થઈને
આજે સાલું જોવું છું હું
જીવન કેવી દુ બનાવવાની સ્કીમ છે
આંખ સામે મૃત્યુ થાય છે ને તોય
તમારું મન માનવા તૈયાર નથી
કે તમે આવતી ક્ષણે ગુજરી શકો છો
તમે ગમે ત્યારે આથમી શકો છો
કેવું મન ને
કેવા મનના ચક્ર ચક્ર વ્યૂહ
ને એમાં તું
ને એમાં હું
ને એમાં જે એક દોસ્ત હતો
એ જતો રહ્યો…
ને એમાં જે એક દોસ્ત હતો
એ જતો રહ્યો…
……………………………………..
એનું નામ પણ ખબર નથી મને.. … .
………………………………….
બે દિવસ થી એક ભજન ચઢ્યું છે મન પર…
કુમાર ગાંધર્વ એ ગાયેલું કબીર નું નિર્ગુણ ભજન…
આના માટે જ એડવાન્સમાં આયુ હશે…
ખબર નથી પડતી… ખરું ચાલે છે જીંદગી માં…
આજે આઠ દસ વાર સાંભળ્યુ…
उड़ जाएगा हंस अकेला…
उड़ जायेगा उड़ जायेगा
उड़ जायेगा हंस अकेला
जग दर्शन का मेला
जैसे पात गिरे तरुवर पे
मिलना बहुत दुहेला
ना जानूं किधर गिरेगा
लगया पवन का रेला
जब होवे उमर पूरी
जब छूटे गा हुकुम हुज़ूरी
यम् के दूत बड़े मज़बूत
यम् से पडा झमेला
दास कबीर हर के गुण गावे
वाह हर को पारण पावे
गुरु की करनी गुरु जायेगा
चेले की करनी चेला…
उड़ जायेगा हंस अकेला…
એનું નામ ખબર પડી એક દિવસ રહીને…
Hansil…
उड़ जाएगा हंस अकेला….