અત્યારે lockdown ના સમયમાં આપણે બધાં ઘરમાં બંધ છીએ પણ દિલ ના રસ્તા ખુલ્લા છે, આમ જુઓ તો સંપર્ક તૂટ્યો છે પણ મનના તાર જોડાયેલા છે…!
તો મનને મજાનું કરી દે એવી એક મસ્ત કવિતા તમારા બધાં જોડે share કરવી છે…
ખૂટતું હોય તો કહેજો, મોકલીશું…
તમે ઘરે જ રહેજો, મોકલીશું…
આશા છે કે તમને ગમશે… 😊
Let’s spread Hope, Love and Courage…
ખૂટતું હોય તે કહેજો, મોકલીશું
તમે ઘરે જ રહેજો, મોકલીશું,
આશા, આનંદ કે જીવાવાની ખુમારી,
બસ લખાવી દેજો, મોકલીશું…
પેક કરીને વાર્તા મોકલું કે મોકલું તમને jokes?
કે પછી કવિતાઓ આપું ભરી ભરી ને box…?
એકલા રહી મૂંઝાતા નહીં,
કોલ કરીને કહેજો, મોકલીશું…
ખૂટતું હોય તે કહેજો, મોકલીશું…
ઘરમાં બધા જ રંગ મળે, બની શકે,
ખૂણે ખૂણે પ્રસંગ મળે, બની શકે,
અમને પણ કંઈ મળે મજાનું,
તમે online રહેજો, મોકલીશું…
ખૂટતું હોય તે કહેજો, મોકલીશું…
અમે કહીશું કથા અમારી, તમે તમારી કહેજો,
આંખ મીંચી અંતર ની આંખે અંદર જોતા રહેજો…
ખૂટે જો કોઈ પ્રાસ પ્રસંગો,
એક હોંકારો દેજો, મોકલીશું…
ખૂટતું હોય તે કહેજો, મોકલીશું…
વાત માંથી વાત નીકળશે તો વાત થશે કઈંક નવી,
કોક રસોઈયો, કોક painter, કોક થશે અહીં કવિ,
તમે પણ શું નવું કર્યું એ
Post કરાતા રહેજો, (આગળ) મોકલીશું…
ખૂટતું હોય તે કહેજો, મોકલીશું…
બારી માંથી hellow કરીએ પાડોશીઓ ને – સાવ અમસ્તા
lockdown માં ખૂલી શકે છે મનની વાતો – દિલના રસ્તા
દિલ ના રસ્તે સાદ દઈને
અમને જરાક કહેજો, મોકલીશું..
ખૂટતું હોય તે કહેજો, મોકલીશું…
ખૂટતું હોય તે કહેજો, મોકલીશું
તમે ઘરે જ રહેજો, મોકલીશું,
આશા, આનંદ કે જીવાવાની ખુમારી,
બસ લખાવી દેજો, મોકલીશું…