Happy New Decade…

નવા વર્ષમાં ત્રણ વાત…

એક તો જે મળ્યું છે ને એની સુપર ડુપર ખુશી છે અને આપણે બધાએ ખુશી કરવી જોઈએ… આનંદ એટલે જે છે એનો આનંદ…

શ્રી શોભિત દેસાઇ લખે છે –

સ્વીકારે છે ગયા ભવ ની હૂંડી અદ્રશ્ય રહીને કોણ?
બધાં ખાલી છે કોઠારો છતાં ખૈરાત ચાલે છે…

GRATITUDE
……………………….

બીજા જે સુખ આપણને મળવાના છે, અને ખાસ તો જે સુખ આપણે ઊભા કરવાના છીએ, ખુશ રહીને – ખુશી વહેંચીને…

મરીઝ કાકા એ લખ્યું છે –

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે…

HAPPINESS AND GOODNESS
………………………………………………..

અને છેલ્લે આ મોજ મજામાં, ધમાલમાં, દોડા-દોડીમાં ભૂલી નથી જવાનું જે – ખુલ્લી આંખે જાગૃત રહેવાનું –

તે દોઢસો બસો વર્ષ પહેલાં મીર તકી મીર કહી ગયા છે –

ये सरह सोने की जागाह नहीं बेदार रहो,
हमने करदी है खबर तुमको खबरदार रहो…
(बेदार = awake)

AWARENESS
………………………………

Gratitude, Awareness, Happiness and Goodness થી ભરેલાં નવા દસકાની શુભેચ્છાઓ અને Happy વાલા 2020… 😊 😊

हमन है इश्क़ मस्ताना – कबीर

The best version by Shri Madhup Mudgal

કોઈ કથા નઈ આજે… કબીર ની મારી ફેવરિટ રચના… સાંભળો, વાંચો, વાંચીને સાંભળો અને રીપીટ કરો…


हमन है इश्क मस्ताना, हमन को होशियारी क्या ?
रहें आजाद या जग से, हमन दुनिया से यारी क्या ?

जो बिछुड़े हैं पियारे से, भटकते दर-ब-दर फिरते,
हमारा यार है हम में हमन को इंतजारी क्या ?

खलक सब नाम अनपे को, बहुत कर सिर पटकता है,
हमन गुरनाम साँचा है, हमन दुनिया से यारी क्या ?

न पल बिछुड़े पिया हमसे न हम बिछड़े पियारे से,
उन्हीं से नेह लागी है, हमन को बेकरारी क्या ?

कबीरा इश्क का माता, दुई को दूर कर दिल से,
जो चलना राह नाज़ुक है, हमन सिर बोझ भारी क्या ?

– कबीर


जो चलना राह नाज़ुक है, हमन सिर बोझ भारी क्या ?

वाह… वाह… અને वाह…


ધાર્યા કરતાં વહેલી થઇ ગઈ – મિલિંદ ગઢવી

ઉપરની ત્રણ શેરની અદભુત ગઝલ સાથે મિલિંદ ગઢવી ની ત્રણ મસ્ત રચનાઓ…


એની આંખો માં ઉર્દુ ના કાફિયા, એના હોઠો પર ફૂલો ની ટોકરી….
એક ગાલીબ ના શેર જેવી છોકરી…
એ જો માને તો કરવી છે મારે, એનો પાલવ પકડવાની નોકરી…
એક ગાલિબ ના શેર જેવી છોકરી…

એ સમુંદર ની લહેરો નું ગીત છે, એ તો ઝાકળ થી દોરેલું ગામ છે…
એ છે વગડા માં ઉગેલું ફૂલ, ને આ પગલાં શુકન નું મુકામ છે…
એને શોધે છે અંધારે આગિયા, ગુલમહોર એના સરનામા ગાય છે….
એની પાસેથી સૂરજ ના ચાકરો, થોડા સંધ્યા ના રંગો લઈ જાય છે…
એની પાસે લખાવે પતંગિયાં, મીઠા મૌસમની પહેલી કંકોત્રી…
એક ગાલિબ ના શેર જેવી છોકરી…

એ તો ખુશ્બુ નો ભાવાનુવાદ છે, પ્રેમ-ગીતા નો પહેલો અધ્યાય છે…
એની મસ્તી માં સૂફી ના સુર, ને મુસ્કુરાહટ માં ફિલસૂફ વર્તાય છે…
એના ઘર માં છે ટહુકા ના ચાકડા, એના આંગણ માં વનરાગી વાયરો…
રોજ જામે છે એની અગાશીએ, ઓલા ચાંદા ને તારા નો ડાયરો…
એની વાતો ઉકેલો તો લાગશે, કોઈ ગઢવી ના છન્દો ની ચોપડી….
એક ગાલિબ ના શેર જેવી છોકરી…!


ધાર્યા કરતાં વહેલી થઇ ગઈ,
જાત સદંતર મેલી થઇ ગઈ.

મેં હસવાનું શીખી લીધું,
દુનિયાને મુશ્કેલી થઇ ગઈ.

ઘેટાં પાછળ ઘેટાં ચાલ્યા,
આ સમજણ સામે રેલી થઇ ગઈ.

બે ફળિયાએ પ્રેમ કર્યો તો,
વંડીમાંથી ડેલી થઇ ગઈ.

દર્પણમાં એવું શું જોયું,
ઝમકુ ડોશી ઘેલી થઇ ગઈ….


ફેંકી દીધો ભારો જીવા
લ્યો ગાડું હંકારો જીવા

ક્યાંથી આવે આરો જીવા
રોજ નવો જન્મારો જીવા

ફરી ફરીને એ જ થવાનું
અહીંયા એવો ધારો જીવા

તારા પર વરસાદ પડે તો
ધૂળ થવાની ગારો જીવા

તારા ખેવટીયા ના કોઈ
પોતે પાર ઉતારો જીવા

સાંખીને સંભાળી લેજે
દેજે મા વર્તારો જીવા

માથે લઈને ક્યાં લગ ફરશું ?
મૂકો બધો પથારો જીવા


આ સિવાય બે લગ્ન ગીતો મિલિંદભાઈ એ લખ્યા – બન્ને અદભૂત…! એક પ્રેમજી મૂવી માટે અને બીજું મોંટુ ની બિટ્ટુ માટે…

મેં તો સુરજ ને રોપ્યો છે આંગણે, મારા ફળિયા ની કાંકરીઓ ઝળહળે રે લોલ…


ઘોળું ઘોળું સુરજ કેરા તેજ, અજવાળીની પીઠી તમને ચોળું માણારાજ..

Youtube લિંક મૂકી છે… Lyrics લખતો નથી કારણકે બન્ને ગીત સાંભળવા પડે એવા છે …! 😊


એક વિડિયો છે જેમાં Mitul કરીને એક અંધ છોકરો (અમદાવાદ અંધજન મંડળમાં) એક ગાલીબ ના શેર જેવી છોકરી સંભળાવે છે…


બીજા નોરતે થી સુધરનારા માણસ…

નવરાત્રિમાં એક રિઝોલ્યુશન કર્યું હતું કે
પહેલા નોરતે થી સુધરી જવાનું છે
પણ એનો અમલ પહેલા નોરતે ના થયો ;
એટલે નક્કી કર્યું કે બીજા નોરતે થી કરીશું…
અને ત્યારે લખ્યું તું કે ‘બીજા નોરતે થી સુધરનારા માણસ…’

આજે એ વાતને પણ મહીના થયા…
બે દિવસ પહેલાં જ 36મું પત્યું અને 37મું બેઠું…
બધાં રિઝોલ્યુશનસ્ ત્યાંના ત્યાં જ ઊભા છે…! 😉

એટલે પછી આગળની આ બધી કડીઓ લખી છે –
કોઈ મીટરમાં કે કોઈ સેટિંગમાં નથી, ટ્રાય કર્યો પણ મેળ પડતો નથી…
પણ વાત આપણી છે – એકદમ ઓરીજીનલ मैं कौन हूं…

કવિતાઓ ગમે છે –
મરીઝ બહુ ગમે છે અને ગાલીબ પણ ગમે છે,
ફૈઝ ના દિવાના અને ફરાઝ ના પણ દિવાના,
ભાવિન ગોપાણી ગમે અને કિરણસિંહ ચૌહાણ પણ ગમે,
નુસરત થી બીટલ્સ સુધી,
કબીર થી સિનાત્રા સુધી
ને મીરા થી ફરીદ ઐયાઝ સુધી બધાંય ગમે…

ડૂબકીઓ લગાડુ છું પણ તરતા નથી આવડતું…
ગમે છે ખરું પણ પૂરું લખતા નથી આવડતું…
એટલે અમે અધુરી કળાના માણસ…

કઇં નઈ… નવું રિઝોલ્યુશન… નવાં વર્ષમાં ‘ગા લ ગા ગા’ શીખીશું…

ત્યાં સુધી – હેપી બર્થ ડે ટુ મી…
કાલથી સુધરી જવાનું છે..! પાક્કુ… 😊


……………………………………………………

બસ છેલ્લો દિવસ કહી ખેંચનારા માણસ…
અમે બીજા નોરતે થી સુધરનારા માણસ…

ગમે બધું પણ આવડે કશું પૂરું નહીં
અમે અધુરી કળાના પુરા માણસ…

એક આદમી મેં હોતે હૈ દસ-બિસ આદમી*
અમે ત્રીસ-ચાલીસ વાર બદલનારા માણસ…

ને કાગડા ની મોજ છે ને એ પણ રોજ છે*
અમે શ્વાસમાં જિંદગી ભરનારા માણસ…

કનૈયો છે જોડે એને શોધવાનું શું?
અમે આંખ મીંચી ખુદને શોધનારા માણસ…

અમે જાતને બરાબર ચોંટી રહ્યા
અમે વાતમાં થોડા ફરનારા માણસ…

અમને કશી કોઈ ઉતાવળ નથી
અમે કોઈ દિવસ મોડા ના પડનારા માણસ…

મહર્ષિ જો પૂછે કે मैं कौन हूं?*
અમે માણસ થવાના અભરખાના માણસ…

કર્યું શું – થયું શું – એ વાત હવે છોડો
અમે રોજ ડાયરીઓ ભરનારા માણસ…

તમે જાગતા હો તો એક ફોન કરજો
અમે અડધી રાતે રખડનારા માણસ…


………………………………………………

*references : Nida Fazli, story – આનંદી કાગડો, Raman Maharshi


પ્રિયતમ ના દૂત

એક નાની પણ મસ્ત વાત છે – વિવેકાનંદ નું એક લેકચર સાંભળતો હતો – પવહારી બાબા કરીને એક સંત થઇ ગયા એમના જીવન ઉપર હતું.

એમાં એક નાનો કિસ્સો વિવેકાનંદ કહે છે કે પવહારી બાબાને એક કાળો નાગ કરડે છે અને બધા સમજે છે કે કદાચ હવે એ નથી રહ્યા પણ પછી એ થોડીવારમાં જાગૃત થાય છે ત્યારે પૂછવા પર તે કહે છે કે આતો મારા પ્રિયતમ નો દૂત હતો…

અને વિવેકાનંદ કહે છે કે એમના જીવનમાં જે પણ સમસ્યા હોય, કોઈપણ શારીરિક દુઃખ હોય પણ જો તમે એને દુઃખ ના નામથી કે બીજા કોઈ પણ નામથી કહો તો એમને સહન નહોતું થતું – એમના માટે અસહ્ય થઈ જતું હતું.

એમના માટે આ બધા જ દુઃખ – બધી જ પીડા એમના પ્રિયતમ ના દૂત – એમના પ્રભુના દૂત હતા…

………………………………………..

શું જોરદાર વાત છે! મજા પડી ગઈ…

જિંદગીના બધા લોચા – બધી તકલીફો – બધા દુઃખ ને આપણે માની લઈએ કે પ્રિયતમના દૂત છે અને હું બીજા શબ્દોમાં કહું તો પ્રિયતમની પપ્પી કે પ્રભુની – કનૈયાની એક ‘જાદુ કી ઝપ્પી’ છે તો કેવું રહે.. ?!

😊

………………………………………….