પ્રિયતમ ના દૂત

એક નાની પણ મસ્ત વાત છે – વિવેકાનંદ નું એક લેકચર સાંભળતો હતો – પવહારી બાબા કરીને એક સંત થઇ ગયા એમના જીવન ઉપર હતું.

એમાં એક નાનો કિસ્સો વિવેકાનંદ કહે છે કે પવહારી બાબાને એક કાળો નાગ કરડે છે અને બધા સમજે છે કે કદાચ હવે એ નથી રહ્યા પણ પછી એ થોડીવારમાં જાગૃત થાય છે ત્યારે પૂછવા પર તે કહે છે કે આતો મારા પ્રિયતમ નો દૂત હતો…

અને વિવેકાનંદ કહે છે કે એમના જીવનમાં જે પણ સમસ્યા હોય, કોઈપણ શારીરિક દુઃખ હોય પણ જો તમે એને દુઃખ ના નામથી કે બીજા કોઈ પણ નામથી કહો તો એમને સહન નહોતું થતું – એમના માટે અસહ્ય થઈ જતું હતું.

એમના માટે આ બધા જ દુઃખ – બધી જ પીડા એમના પ્રિયતમ ના દૂત – એમના પ્રભુના દૂત હતા…

………………………………………..

શું જોરદાર વાત છે! મજા પડી ગઈ…

જિંદગીના બધા લોચા – બધી તકલીફો – બધા દુઃખ ને આપણે માની લઈએ કે પ્રિયતમના દૂત છે અને હું બીજા શબ્દોમાં કહું તો પ્રિયતમની પપ્પી કે પ્રભુની – કનૈયાની એક ‘જાદુ કી ઝપ્પી’ છે તો કેવું રહે.. ?!

😊

………………………………………….