
એક વેલેન્ટાઇન હતો કેટકેટલી સદીઓ પહેલા
અને આજે મારે કેટલાય વેલેન્ટાઇન છે…
પહેલો વેલેન્ટાઇન વિધુડો અને બીજો એનો બબ્બી…
અને આમ જુઓ તો વિધુબેન મેઇન વેલેન્ટાઇન ગણાય, એટલે એમને જોરદાર, દિલથી, બહુ બધું, પ્યારું પ્યારું, હેપ્પી વેલેન્ટાઇન્સ ડે…
પણ વધારે વ્યાખ્યા કરીએ તો વેલેન્ટાઈન્સ ડે એટલે પ્રેમનો દિવસ અને જીવનમાં પ્રેમ ભરનારા અથવા તો તમે જેને પ્રેમ કરો છો એ બધા તમારા વેલેન્ટાઇન…
એટલે વિધુ અને બબ્બીની સાથે મમ્મા અને દાદુ પણ આવે, મારા બધા દોસ્તારો, બધા ફ્રેન્ડસ – બાબા, બીગ બી – બધા જ… જેમની સાથે બેઠી શકાય, ભેટી શકાય, ચોંટી શકાય, ચૂમી શકાય, એ બધા જીગરી – એ બધા પણ મારા વેલેન્ટાઇન…
એમ તો ડી એંડ સી અને એસ એલ એસ પણ વેલેન્ટાઇન કે જેમની પાછળ સવાર બપોર સાંજ પડ્યા છીએ…
અને આકાશમાં બિલકુલ પેલા બિલ્ડીંગની ઉપર બેઠો હોય એવો લાગતો ચાંદો પણ મારો વેલેન્ટાઇન… કનૈયાની મૂર્તિ વાળું સપ્તપર્ની પણ વેલેન્ટાઈન…
કેટલાય વર્ષો પહેલા થઈ ગયેલો કબીર પણ મારો વેલેન્ટાઈન, નુસરત, મુરાલાલા અને પ્રેમની વાત કરનાર દરેક ફકીર, દરેક ઓલીઓ, દરેક કવિ મારો વેલેન્ટાઇન…
ઓલ ધ પરકસમાં કોફી પીતા હો અને કાચની બારીમાંથી નાની છોકરી આવે છે પૈસા લેવા માટે એની આંખોમાં શોધો તો પ્રેમ મળે અને એને પણ વેલેન્ટાઇન કહી શકાય…
કેટલો બધો પ્રેમ છે, કેટલા બધા દિલ છે – જે ક્યારેક એક વાતે, એક સાથે ધડકે છે…
એટલે પહેલા એક વેલેન્ટાઇન હતો
પણ આજે મારે કેટલા બધા વેલેન્ટાઇન..!
પહેલા એક વેલેન્ટાઇન હતો
પણ હું આજે કેટલા બધાનો વેલેન્ટાઇન…!
અને આ જીંદગી અને એના બધા જ પ્રેમ ને – બધા જ વેલેન્ટાઈન્સ ને આજે દિલથી –
Happy Valentine’s Day…
to life and to all my loves of life…
……………………………………………………
P.S. : વેલેન્ટાઈન ડે ના દિવસે આટલા બધાં ને સરેઆમ પ્રેમ કરી શકાય, વીશ કરી શકાય, પરમિશન લીધા વગર, એના માટે વિધુડી ને ડબલ લવ યૂ… 😘