On Osho’s Birthday

આજે ઓશો નો જન્મદિવસ હતો. 11th Dec.
ઓશો સાથે એક અલગ જ સંબંધ છે, ભગવાન રજનીશ નથી કહેતો હું એમને કારણકે કદાચ એવું કહેવું તે એમના જ જીવન દરમિયાન કરેલા પ્રયત્નો ઉપર પાણી ફેરવવા બરાબર છે !

પણ ઓશોને આધ્યાત્મની બારી અથવા દરવાજો અથવા એન્ટ્રી પોઇન્ટ કહી શકાય, કારણકે તમારે જ્યાં પહોંચવાનું છે તે તમારી જાત સુધી પહોંચવાની જર્ની માં લગભગ શરૂઆત ઓશો થી જ થઈ હોય…

પછી તમને તમારા ગુરુ મળે, તમે આત્મ ગુરુ બનો,
તમે આગળ વધીને બુદ્ધ કે મહાવીર સુધી પહોંચો, લાઓત્સે કે વિવેકાનંદ ને મળો, રમણ મહર્ષિ જોડે ‘મૈં કૌન હું’ ની સફર માં અંદર ઉતરો, યોગાનંદ સાથે લહાડી મહાશય કે બાબાજી મહાવતાર ને મળો કે પછી કૃષ્ણમૂર્તિ સાથે ચિંતન કરો, અથવા તો ઝેનના રસ્તે ચાલીને બધું છોડીને બેસી જાઓ…
પણ હું માનું છું એ પ્રમાણે શરૂઆતની બારી કે દરવાજો તો ઓશો જ હશે.

અને મારું એવું પણ કહેવું છે કે આ બધાને મળો પછી – અષ્ટાવક્ર ગીતા વાંચો અથવા તો ક્રિયાયોગ કરો અથવા તો વિવેકાનંદના લેક્ચરમાં આંટો મારીને પાછા આવો પછી ઓશોને સાંભળો અને ત્યારે ખબર પડશે એ કંઈક બીજું કહેતા હતા અને આપણે કંઈક બીજું સમજતા હતા..!

અને મજાની વાત એ છે કે બધા નો સાર બિલકુલ એક જ વાત છે – તમારે તમારો પોતાનો રસ્તો શોધવાનો છે પણ એ રસ્તે ચાલ્યા પછી શું મળશે એનો લગભગ લગભગ અંદાજ ચોક્કસ મળી જશે…

આજે અહીં ઓશોની એક નાની સ્ટોરી અને વાત મુકું છું અને ઓશોને હેપ્પી વાલા બર્થ ડે વિશ કરું છું…

…………… ……………… ………………

मुल्ला नसरुद्दीन के घर में चोर घुसे और उन्होंने छाती पर उसके बंदूक रख दी और कहा कि चाबी दो, अन्यथा जीवन! मुल्ला ने कहा, जीवन ले लो; चाबी न दे सकूंगा। चोर भी थोड़े हैरान हुए; कहा, नसरुद्दीन! थोड़ा सोच लो, क्या कह रहे हो? उसने कहा, जीवन तो मुझे मुफ्त मिला था; तिजोड़ी के लिए मैंने बड़ी ताकत लगाई, बड़ी मेहनत की। जीवन तुम ले लो; चाबी मैं न दे सकूंगा। और फिर यह भी है कि तिजोड़ी तो बुढ़ापे के लिए बचा कर रखी है। जीवन भला ले लो, चलेगा; तिजोड़ी असंभव।

कहां-कहां तुम जीवन को गंवा रहे हो, थोड़ा सोचो। कभी धन के लिए, कभी पद के लिए, प्रतिष्ठा के लिए। जीवन ऐसा लगता है, तुम्हें मुफ्त मिला है। जो सबसे ज्यादा बहुमूल्य है उसे तुम कहीं भी गंवाने को तैयार हो। जिससे ज्यादा मूल्यवान कुछ भी नहीं है, उसे तुम ऐसे फेंक रहे हो जैसे तुम्हें पता ही न हो कि तुम क्या फेंक रहे हो। और क्या कचरा तुम इकट्ठा करोगे जीवन गंवा कर ? लोग मेरे पास आते हैं। उनसे मैं कहता हूं, ध्यान करो। वे कहते हैं, फुर्सत नहीं। क्या कह रहे हैं वे? वे यह कह रहे हैं, जीवन के लिए फुर्सत नहीं है। कब फुर्सत होगी ? मरोगे तब फुर्सत होगी? तब कहोगे कि मर गए; अब कैसे ध्यान करें? जीवन के लिए तुम्हारे पास फुर्सत ही नहीं है। जीवन के स्वर को केवल वे ही सुन सकते हैं जो बड़ी गहरी फुर्सत में हैं;काम जिन्हें व्यस्त नहीं करता। और काम व्यस्त करेगा भी नहीं, अगर तुम आवश्यकताओं पर ही ठहरे रहो। काम की व्यस्तता आती है वासना से। कमा लीं दो रोटी, पर्याप्त है। फिर तुम पाओगे फुर्सत जीवन को जीने की। अन्यथा आपाधापी में सुबह होती है सांझ होती है, जिंदगी तमाम होती है। मरते वक्त ही पता चलता है कि अरे, हम भी जीवित थे! कुछ कर न पाए। ऐसे ही खो गया; बड़ा अवसर मिला था! !!

ओशो।।

…………… ……………… ………………

Leave a comment